રોટરી ક્લબ ઑફ ભાવનગર રોયલ દ્વારા નેશન બિલ્ડર એવોર્ડ - 2022 થી અવાણિયા કુમાર શાળાના આચાર્ય "મોજીલા મસ્તાર"નું વિશિષ્ઠ સન્માન.
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાની અવાણિયા કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય એવા "તાલુકા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા" અને નોખા અને અનોખા "ગૂગલ ગુરુ" ઉર્ફે "મોજીલા માસ્તર" મુકેશકુમાર ચંદ્રકાન્તભાઈ વાઘેલાનું શાલ ઓઢાડીને તથા સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવેલ. વિશ્વ સાક્ષરતા દિવસે ભાવનગર ખાતે રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલ સંસ્થા દ્વારા વિશિષ્ઠ શિક્ષકોનું સન્માન "નેશન બિલ્ડર એવોર્ડ "થી કરવામાં આવ્યું.
"તાલુકા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા" અને નોખા અને અનોખા "ગૂગલ ગુરુ" ઉર્ફે "મોજીલા માસ્તર" મુકેશકુમાર ચંદ્રકાન્તભાઈ વાઘેલા એક પ્રતિભાશાળી શિક્ષક તરીકે અનેકવિધ બાળ ઉત્કર્ષની પ્રવૃત્તિઓને ઉત્સાહભેર શિક્ષણમાં સાંકળી છે, આપે શિક્ષણમાં સતત નાવિન્યતા લાવવા અવિરત પ્રયત્નો કર્યા છે, આપ સતત અભ્યાસુ બની સ્વવિકાસ સાથે શિક્ષણ બાળકોના વિકાસમાં અનન્ય યોગદાન આપ્યું છે, આપે આપની "મોજીલા માસ્તર" youtube ચેનલ થકી ખરા અર્થમાં શિક્ષણને મોજીલુ અને વિદ્યાર્થી ચાહતનું બનાવ્યું છે.
તાલુકા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા એવા "મોજીલા માસ્તરે" ઘોઘા તાલુકાનું અને અવાણિયા કુમાર શાળાનું ગૌરવ વધારેલ છે. શાળા પરિવાર તથા ગામ અગેવાનો તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મિયાણીજી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બહેન મીતાબેન દુધરેજીયા, ઘોઘા તાલુકા કેળવણી નિરીક્ષક નીલેશભાઈ જાની,BRC - કો ઓર્ડીનેટર જે.જે.ગોહિલ,CRC - કો ઓર્ડીનેટર ખોડીદાસભાઈ શિયાળ, Diet - પ્રાચાર્ય હિરેનભાઈ ભટ્ટ સૌએ અભિનદન પાઠવેલછે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો