Parichay Talks (Education News) Dt :- 12-03-23 ગઢડાની રામપરા પ્રાથમિક શાળાના કર્મનિષ્ઠ શિક્ષકને મળ્યો "શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ".

 ગઢડાની રામપરા પ્રાથમિક શાળાના 

કર્મનિષ્ઠ શિક્ષકને મળ્યો "શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ".


         ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે સૂઝબુઝ,આવડત અને પ્રતિભાથી નવતર પ્રયોગ કરી શિક્ષણ અને સમાજસેવા ક્ષેત્રે ઉમદા કામ કરનાર શિક્ષકને  "શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ" આપવામાં આવે છે. ત્યારે ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક અશ્વિનભાઈ મનજીભાઈ બારૈયાને ગરિમા પૂર્ણ રીતે તાલુકા કક્ષાનો  "શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ" એનાયત કરવામાં આવ્યો હતો.

          જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણીના અધ્યક્ષ સ્થાને બોટાદના નાનાજી દેશમુખ ઓડિટોરિયમ ખાતે "શ્રેષ્ઠતા સન્માન સમારોહ" યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પ્રતીકભાઈ વડોદરીયા, જિલ્લા અગ્રણી ચંદુભાઈ સાવલિયા,શિક્ષણવિદ મનોજભાઈ ઉપાધ્યાય,જિલ્લા શિક્ષણાધિકારી ધારાબેન પટેલ જેવા અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં જુનવદરના વતની અને હાલ રામપરા પ્રા શાળમાં ફરજ બજાવતા શિક્ષક અશ્વિનભાઈ બારૈયાને પાંચ હજારનો ચેક આપી, શાલ અને પ્રશસ્તિપત્ર એનાયત કરી સનમાનિત કરવામાં આવ્યાં હતાં, તથા શાળાના આચાર્ય અમીનભાઈ દરેડિયાને શાળા માટે સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...