ભાવનગરમાં પી.એમ. યંગ એચીવર્સ સ્કોલરશીપ
પરીક્ષામાં કુલ 870 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ
આર્થિક રીતે પછાત વર્ગ (EBC), અન્ય પછાત વર્ગ (OBC) અને વિચરતી વિમુક્ત (DNT) જાતિના વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા પીએમ યંગ એચીવર્સ સ્કોલરશીપ ફોર વાઈબ્રન્ટ ઈન્ડિયા -PM YASASVI- એવોર્ડ સ્કીમ વર્ષ 2022-23થી કાર્યરત છે. આ યોજના હેઠળ OBC,EBC, અને DNTના વિદ્યાર્થીઓને ટોપ ક્લાસ સ્કૂલ એજ્યુકેશન માટે સ્કોલરશિપ આપવામાં આવે છે. સ્કોલરશિપ માટેની આ પરીક્ષામાં ગુજરાતના વિવિધ જિલ્લાની પસંદગી પામેલ શાળાઓમાં અભ્યાસ કરતા નિયત જાતિના ધોરણ 9 ના કુલ 339 વિદ્યાર્થીઓ અને ધો.11ના કુલ 531 વિદ્યાર્થીઓ મળીને કુલ 870 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે.
પાસ થયેલાની યાદી NTAના પોર્ટલ પર https://yet.nta.ac.in વેબસાઈટ પર મુકવામાં આવી છે. આ તમામ વિદ્યાર્થીઓએ આ યોજના અંતર્ગત સ્કોલરશિપ મેળવવા માટે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર https://scholarships.gov.in/ વેબસાઇટ પર તા. 31 જાન્યુઆરી સુધી ઓનલાઇન અરજી કરી શકશે.શાળાઓ માંથી વિદ્યાર્થીઓની પસંદગી માટે નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA) દ્વારા ગત તા.25 સપ્ટેમ્બરે વિવિધ 78 શહેરોમાં પરીક્ષા યોજાઈ હતી. આ પરિક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓની યાદી https://yet.nta.ac.in વેબસાઈટ પર મુકાઈ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો