Parichay Talks :- 434 (job) 14-11-22 વેસ્ટર્ન કોઇલફિલ્ડ લિમિટેડ દ્વારા એપ્રેન્ટિસની ભરતી

 વેસ્ટર્ન કોઇલફિલ્ડ લિમિટેડ દ્વારા એપ્રેન્ટિસની ભરતી

વેસ્ટર્ન કોઇલફિલ્ડ લિમિટેડનાગપુર મહારાષ્ટ્ર દ્વારા ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ તથા ટેકનિશિયન એપ્રેન્ટિસની જગ્યાઓ ઉપર ભરતી માટે યોગ્યતા ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. અહીં તાલીમ સમય એક વર્ષ રહેશે.

• સ્ટાઇફંડ: - અહીં ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની જગ્યા ઉપર ભરતી થનાર ઉમેદવારને પ્રતિ માસ રૂ.૯૦૦૦ સ્ટાઇફંડ મળવાપાત્ર છે તથા ટેકનિશિયન એપ્રેન્ટિસની જગ્યાઓ ઉપર કે ભરતી થના૨ ઉમેદવારને પ્રતિ માસ રૂ.૮૦૦૦ સ્ટાઇફંડ મળવાપાત્ર છે.

• જગ્યા અને લાયકાત : - (૧) ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની ૧૦૧ જગ્યાઓ છે. આ માટે માઇનિંગ એન્જિનિયરિંગમાં પૂર્ણ સમયની એન્જિનિયરિંગ કે ટેક્નાલોજીમાં સ્નાતકની ડિગ્રી કે સમક્ષ ડિગ્રી ધરાવતા તથા ગઅઝજ પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરેલ ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. (૨) ટેકનિશિયન એપ્રેન્ટિસની ૨૧૫ જગ્યાઓ ખાલી છે. આ માટે પૂર્ણ સમયનો સ ડિપ્લોમા ઇન માઇનિંગ એન્જિનિયરિંગ અથવા માઇનિંગ એન્ડ માઈન સર્વેઇંગ કરેલ તથા NATS પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરેલ ઉમેદવારો અહીં અરજી કરી શકે છે.

• શેક્ષણિક લાયકાત :- અહીં ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત તા.૨૮-૦૨-૨૦૨૦ પહેલા મેળવી હોવી ન જોઈએ.

• વય મર્યાદા :- તા.૨૨-૧૧ ૨૦૨૨ના રોજ ઉમેદવારની વય ૧૮ વર્ષ પૂરી હોવી જોઈએ.

• પસંદગી પ્રક્રિયા:- અહીં ઉમેદવારોની આવેલ અરજીના સંદર્ભમાં ઉમેદવારોની શૈક્ષણિક યોગ્યતા અને ટકાવારીને આધારી ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. અહીં પ્રથમ પ્રાયોરિટી NATS એનરોલમેન્ટ નંબરને આધારે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ઉમેદવારોને આપવામાં આવશે. સેકન્ડ પ્રયોરિટી ગુજરાતછત્તીસગઢગોવાદમણ અને દીવના ઉમેદવારોને આપવામાં આવશે.

• અરજીપ્રક્રિયા :- આ ભરતી અંગેની વિશેષ માહિતી માટે વેબસાઇટ http:// www.westerncoal.in ઉપર સંપર્ક કરવો.

• આ માટે અરજીની છેલ્લી તા :- .૨૨ ૧૧-૨૦૨૨ છે.

Parichay Talk No 1 App Download here :    https://play.google.com/store/apps/details?id=com.rhythm.parichaytalk


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...