ભાવેણાના જન્મોત્સવ ઉજવણીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું
ભાવેણાના જન્મ દિવસની ઉજવણી થોડા વર્ષોથી થઈ રહી છે, આ ઉજવણી ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા 'ભાવનગર કાર્નિવલ 2023'ની ત્રિ દિવસીય ઉજવણી હતી. ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન હેઠળ 2016થી ઉજવાતો કલા અને સાંસ્કૃતિકનગરી ભાવનગરનો આ ઉત્સવ ભાવનગરના લોકોનો પોતિકો ઉત્સવ બની રહ્યો છે. 301માં સ્થાપના દિન નિમિત્તે આયોજિત ત્રિ દિવસીય કાર્નિવલના ત્રીજા દિવસે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા. કૈલાસ વાટિકા બોરતળાવ ખાતે કાર્નિવલના છેલ્લા દિવસે લોક નૃત્યો, નૃત્ય નાટિકા, હિન્દી ગુજરાતી ગીત સંગીતના આ રંગારંગ કાર્યક્રમ ભાવનગરી જલસામાં ભાવેણાનું નામ આંતરાષ્ટ્રીય સ્તરે રોશન કરનાર કલા સંસ્થાઓ કલાપથ, કલા ક્ષેત્ર, કલાર્પણ ડાન્સ અકાદમી, સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ દ્રારા નૃત્યો, નૃત્ય નાટિકા, મહારાજા કૃષ્ણકુમારસિંહજી વિશે અદ્ભુત એકપાત્રિય અભિનય સહિતની કૃતિઓ અને સંગીત ક્ષેત્રે જેમણે ઉંચાઈઓ હાંસલ કરી છે તેવા કલાકારો શ્યામલ મહેતા, શ્યામ મકવાણા, ડૉ.ફિરદૌસ દેખૈયા, સ્વાતિ પાઠક, સુરભી પરમાર, ભૂમિ મહેતા સહિતના કલાકારો ડૉ.નિરવ પંડ્યા, વિહિત પાઠક, શરદ પરમાર, શુભમ્ ભટ્ટી, પરિત પરમારની સાંજ સંગત અને કલાપી પાઠકના સંકલન તથા પરેશ ત્રિવેદી, પુનિત પુરોહિતના સંચાલનમાં હિન્દી, ગુજરાતી ગીતોની જમાવટ કરી હતી, તમામ કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ભાવનગર વિશ્વનું એક માત્ર એવું શહેર છે જેનો જન્મ દિવસ તેના નગરજનો સ્વયંભૂ ઉજવે છે. એટલું જ નહીં નગરની ઓળખ સાંસ્કૃતિક અને કલા નગરીને સાર્થક કરે છે. આપડી સમાજિક જવાબદારીના ભાગરૂપે ભાવેણાના સ્થાપના દિનની ઉજવણી કરવાની પરંપરા શરૂ કર્યા બાદ ગત વર્ષે 2022ના વર્ષમાં જીતુભાઈ વાઘાણીના વિચાર બીજમાંથી બનેલી અને તેમના માર્ગદર્શન હેઠળ ચાલતી ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા ભાવનગરના 300માં સ્થાપના દિવસે ભાવનગર કાર્નિવલ દરમિયાન પાંચ લાખ લોકોએ ભાગ લઈ વિશ્વ વિક્રમ નોંધાવ્યો છે. તે કાર્નિવલ દરમિયાન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ - યુરોપની ટીમ પ્રત્યક્ષ પરીક્ષણ માટે આવી હતી અને તેમણે આ રેકોર્ડને માન્યતા આપી છે. આ એક મોટી સિદ્ધિ ભાવનગર શહેર અને આપણે સહુ ભાવનગરવાસીઓની છે. આ એવોર્ડ મેયર, ભાવનગરના યુવરાજ, ગોંડલ યુવરાજ,વિ.ની ઉપસ્થિતિમાં એનાયત કરવામાં આવ્યો હતો.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો