Parichay Talks (Education News) Dt :- 14-03-23 ભાવનગરની સિલ્વર બેલ્સના IT અને કમ્યુનિકેશન પ્રોજેક્ટનો જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર.

 ભાવનગરની સિલ્વર બેલ્સના IT અને 

કમ્યુનિકેશન પ્રોજેક્ટનો જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર.


          ભાવનગર જિલ્લા કક્ષાના વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન 2022-23 ની વિભાગવાર શ્રેષ્ઠ કૃતિઓ જાહેર કરવામાં આવી છે. જેઓએ ઝોન કક્ષાએ આગામી દિવસોમાં આંબલા લોક શાળા મુકામે તા.16થી તા.20ની વચ્ચે બે દિવસ માટે આવવાનું રહેશે જેની જાણ હવે પછી કરવામાં આવશે.

         ભાવનગર જિલ્લા કક્ષા વિભાગવાર પ્રાથમિક વિભાગમાં શ્રેષ્ઠ વિભાગમાં પ્રથમ નંબરે મોડેલ સ્કૂલ, માનવડ, પાલિતાણાનો હોલોગ્રાફિક પ્રોજેકશન રહ્યો છે જેને અગ્રાવત યાજ્ઞિક ચેતનદાસ અને માછીયાણી ધ્રૂવિલ રાકેશભાઇએ તૈયાર કર્યો હતો. બીજા ક્રમે તરસમીયા પ્રા. શાળાનો સોલ્યુશન ઓફ એર પોલ્યુશન વર્કિંગ મોડેલ જેને દિયોર વાસ્વી અશોકભાઇ અને માલણકીયા નિકિતા દિલીપભાઇએ તૈયાર કર્યો હતો. ત્રીજા ક્રમે માલપર પ્રા. શાળાનો રેડી ટુ ઇટ હેલ્થી જેને ગોહિલ દ્રષ્ટિબા આર. અને ગોહિલ દિવ્યાબા આર.એ પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો.

         ચોથા નંબરે ગણેશ પ્રા. શાળા, ટીમાણા, તળાજાનો પ્રોજેક્ટ સ્માર્ટ બાઇક એન્ડ સિક્યોરિટી સેફ્ટી ડિવાઇસ તથા પાંચમા ક્રમે મણાર કન્યા શાળાના પ્રોજેક્ટ મેઝિક બોર્ડ વિથ મેઝિક મેથ્સને મ‌ળ્યો હતો. માધ્યમિક કક્ષાએ પ્રથમ ક્રમે ભાવનગરની સિલ્વર બેલ્સનો એડવાન્સમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી પ્રોજેક્ટ જેને આદિત્ય પટેલ અને જૈનિલ પટેલે તૈયાર કર્યો. બીજા ક્રમે એલ.ડી.પટેલ હાઇસ્કૂલ, રંઘોળાનો ઓટોમેટિક પિયત પદ્ધતિ જેને ડાંગર વિશ્વાસ તથા સોલંકી મયુરે તૈયાર કર્યો હતો.

        ત્રીજા ક્રમે એલ.ડી.પટેલ હાઇસ્કૂલ, રંઘોળાનો પ્રોજેક્ટ સ્માર્ટ ડસ્ટબિન જેને લેલા વિશાલ અને મજેઠીયા પ્રિત્યભાઇએ તૈયાર કર્યો હતો. ચોથા ક્રમે આરયુઆર એન્ડ મિડિયમ સ્કૂલ ઓફ સોનગઢનો પ્રોજેક્ટ વાઇફાઇ ટેકનોલોજી તેમજ પાંચમા ક્રમે એમ એન મહેતા કન્યા વિદ્યાલય મહુવાના પ્રોજેક્ટ ગણિત વિજ્ઞાન સિદ્ધાંત આધારિત રમકડાને મળ્યો હતો.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...