Parichay Talks :- (Khas Navu) 27-11-22 કલ્પના ચાવલા વિષે માહિતી.

 
કલ્પના ચાવલા વિષે માહિતી.

       ભારતની ઘણી મહિલાઓ વિશ્વભરમાં  નામના કમાઇ રહી છે. વિદેશમાં રહીને પણ ભારતનું નામ રોશન કરનારી મહિલાઓમાં કલ્પના ચાવલાનું નામ મોખરે લેવાય છે! કલ્પના ચાવલાનો જન્મ ૧૭ માર્ચ૧૯૬૨માં હરિયાણામાં થયો હતો. કલ્પના ચાવલાને અભ્યાસમાં વિજ્ઞાન પ્રતિ ખૂબ રસ હતો. નાનપણથી જ તેઓ ફ્લાઇટ એન્જિનિયર બનવાનાં સપનાં જોતાં હતાં.

       તેમણે તેમનું આ સ્વપ્ન પૂર્ણ કરવા પંજાબ એન્જિનિયરીંગ કૉલેજના એરોનોટિકલ એન્જિનિયરીંગમાં એડમિશન પણ લીધું અને આ અભ્યાસ પૂર્ણ થતા જ તેમને નોકરીની ઓફર મળવા લાગી પણ તેમણે તો અવકાશયાત્રી બનવાનાં જ સપનાં સેવવાં માંડ્યાં હતાં! ૨૦ વર્ષની વયે જ તેઓ વધુ

        અભ્યાસઅર્થ અમેરિકા ગયા હતા અને યુનિ.ઓફ ટેક્સાસમાં બે વર્ષ એરોસ્પેસ એન્જિનિયરીંગમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ ૧૯૮૬માં તેમણે બીજી માસ્ટર્સ ડિગ્રી પણ હાંસલ કરી. વિશેષમાં તેમણે એરોસ્પેસ એન્જિનિયરીંગમાં પીએચ.ડી પણ કર્યું.

        તેમની પાસે કોમર્શિયલ પાઇલટનું લાઇસન્સ પણ હતું! અને તેઓ સર્ટિફાઇડ ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર પણ હતાં. વર્ષ ૧૯૯૩માં તેમણે નાસામાં એપ્લાય કર્યું હતું પણ તેને નામંજૂર કરવામાં આવ્યું હતું! તેમણે હાર ન માનતા ૧૯૯૫માં તેમની પસંદગી અવકાશયાત્રી તરીકે કરવામાં આવી અને ૧૯૯૮માં તેમણે તેમની પ્રથમ અવકાશી ઉડાન સાકાર કરી! તેમણે તેમની પ્રથમ ઉડાનમાં ૩૭૨ કલાક વિતાવ્યા અને છેલ્લે સ્પેસ શટલ ક્રેશમાં જ ૧ ફેબ્રુઆરી ૨૦૦૩ના રોજ તેમનું અવસાન થયું.

--------------------------------------------------------------------------------------------------------------------------

Translate the English

Information about Kalpana Chawla.


       Many women from India are making names around the world. Kalpana Chawla's name is taken prominently among the women who have brightened the name of India even while living abroad! Kalpana Chawla was born on March 17, 1962 in Haryana. Kalpana Chawla was very interested in science in her studies. From childhood, he dreamed of becoming a flight engineer.

       He also took admission in aeronautical engineering at Punjab Engineering College to fulfill his dream and after completing his studies he started getting job offers but he started dreaming of becoming an astronaut! At the age of 20, they are more

        He went to America for study and obtained a master's degree in aerospace engineering for two years at the University of Texas. Then in 1986, he also achieved another Masters degree. In particular, he also did his Ph.D in Aerospace Engineering.

        He even had a commercial pilot's license! And he was also a certified flight instructor. In 1993 he applied to NASA but was rejected! He did not give up and in 1995 he was selected as an astronaut and in 1998 he made his first space flight! He spent 372 hours on his first flight and finally died in a space shuttle crash on February 1, 2003.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...